માળિયા પરનો ભાર

  • 292
  • 82

વાર્તા :- માળિયા પરનો ભારલેખિકા :- શ્રીમતી સ્નેહલ રાજન જાનીઘણી વાર વ્યક્તિને કરેલ કામનો કે કોઈનાં શબ્દોનો જેટલો શારિરીક કે માનસિક થાક નથી લાગતો એનાથી વધારે થાક કોઈક યાદોનો લાગે છે. કોઈક વ્યક્તિથી જુદા પડ્યા હોય, કોઈ વ્યક્તિ કાયમ માટે દુનિયા છોડીને જતી રહી હોય, કોઈ નજીકની વ્યક્તિ ઘણે દૂર રહેવા જતી રહી હોય, આવા બધાં કિસ્સાઓમાં યાદો જ છે જે એમની નિકટ હોવાનો અનુભવ કરાવે છે.પણ બહુ ઓછાં લોકો એવા છે કે જેઓ માત્ર જીવંત નહીં નિર્જીવ વસ્તુઓ સાથે પણ ઘણી યાદોથી જોડાયેલ હોય છે. હું આમાંની એક છું. ઘણી બધી વસ્તુઓ મેં નાનપણથી સાચવી રાખી છે. સાચવેલી વસ્તુઓમાંથી