આસપાસની વાતો ખાસ - 24

  • 304
  • 78

24.  મહાપુરુષ!આજે મારો  કોઈ  જાણીતી વિદેશી કંપનીમાં ઊંચી પોસ્ટનો ઇન્ટરવ્યુ હતો. હાલની ઓફિસમાં તો કેમ કહેવાય કે હું નવી જોબ માટે ઇન્ટરવ્યુ આપું છું? ત્યાં પસંદ ન થવાય તો બાવાનાં બેય  બગડે. ખાસ્સું કમાતો  હું અહીંથી પણ જાઉં અને બાવો બની બાળપણમાં પાઠ્યપુસ્તકમાં આવતી કવિતા ‘બની ગયો હું બાવો’ ગાતો બેસી જાઉં.અત્યારની ઓફિસમાં રજાને દિવસે ન છૂટકે 9 વાગે (રજાના દિવસ માટે વહેલું કહેવાય)  ઉઠ્યો. ફટાફટ ચા પી, ઓનલાઈન ઇન્ટરવ્યુ માટે ઘરનું  લેપટોપ ચેક કર્યું, નેટ ચલાવી જોયું, સ્કાઈપ ટેસ્ટ કર્યું.  સાડાનવે તો ઇન્ટરવ્યૂ હતો. જલ્દીથી  મોં પર ભીનો હાથ ફેરવી નવો શર્ટ ને ઉપર નવો સુટ ચડાવી, તેની ઉપર