ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 32શિર્ષક:- ભણવાનું છોડી દીધુંલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 32. "ભણવાનું છોડી દીધું."બીજા જ દિવસથી સંસ્કૃત ભણવાનું શરૂ થઈ ગયું. શ્રોતમુનિ આશ્રમમાં પાઠશાળાની પણ વ્યવસ્થા હતી પણ ખાસ વિદ્યાર્થીઓ ભણતા દેખાતા નહિ. એક વિદ્વાન મને લઘુકૌમુદીનાં સુત્રો કંઠસ્થ કરવા શુદ્ધ ઉચ્ચાર કરીને પાઠ આપતા. સામાન્ય રીતે પંચ સંધિ કંઠસ્થ થયા પછી જ વ્યાકરણ સાધવાનું શરૂ થતું હોય છે. અને પંચસંધિ યાદ કરતાં ઓછામાં ઓછા પંદર દિવસ તો લાગે જ. ઈશ્વરની કૃપાથી છ-સાત દિવસમાં જ મેં પંચસંધિ કંઠસ્થ કરી લીધી હતી. મારી ગતિ જોઇને કેટલાકને લાગતું હતું કે હું