લવ યુ યાર - ભાગ 81

  • 752
  • 304

લવ યુ યાર જસ્મીના શાહ 'સુમન' પ્રકરણ-81શ્રી કમલેશભાઈ નાણાવટીનો સોસાયટીમાં રોડ ઉપર જ બંગલો હતો. ડ્રાઈવરે બંગલા પાસે પોતાની કેબ રોકી અને લવને પૂછ્યું કે,"ભાઈ આવી ગયું, જૂઓ તો આ જ બંગલો ને..?" વિચારોમાં ખોવાયેલો લવ જાણે ચોંકી ઉઠ્યો પહેલાં તેણે ઓલાની વિન્ડોવમાંથી પોતાનું માથું બહાર કાઢ્યું અને ઘણાં વર્ષો પછી પોતાના દાદાજીના બંગલાને "નાણાવટી હાઉસ"ને એક નજર જોઈને તેને જાણે પોતાની આંખોમાં તેને ભરી લીધો અને એક મીઠું સ્માઈલ આપ્યું...અને પછી તેણે ઓલાકેબવાળાના ખભા ઉપર હાથ મૂક્યો અને તે બોલ્યો, "આ જ ભાઈ આ જ.. થેન્ક્સ તમે બહુ જલ્દીથી પહોંચાડી દીધો અને કેટલા પૈસા થયા." લવે ઓલાકેબના ડ્રાઈવરને ઓનલાઇન જ પેમેન્ટ કર્યું અને