મિસ કલાવતી - 9

  • 677
  • 372

રાજકોટ થી આવ્યા બાદ કલા સીધી જ મોના ના ખોળા માં ફસડાઈ પડી હતી. તેણીએ બધી વાત વિગતવાર મોના ને કહી .મોના એ તેને આશ્વાસન આપ્યું, અને ધીરજ રાખવા કહ્યું.  રાજકોટ થી આવ્યા બાદ કલા માં આમૂલ પરિવર્તન આવી ગયું હતું. તેણી આખો દિવસ પોતાના રૂમ માં પુરાઈ ને રહેતી હતી. તે સતત ગુમસૂમ રહેતી હતી તેના ખાવા પીવાનું પણ ઠેકાણું ન હતું. રોજ નવાં- નવાં કપડાં પહેરવાં , અને સજવુ-ધજવુ પણ તેણીએ મૂકી દીધું હતું. તે હવે ભાગ્યે જ બહાર ફરવા જતી. તેનો ચહેરો ફીકો પડી ગયો હતો. મોના અને ડી.એસ.થી કલાની યા હાલત જોઈ જતી ન હતી. પરંતુ