મને કંઈ સમજાતું જ ન હતું. બસ એમની યાદ આવતી હતી અને આંખમાં આંસુ આવતા હતા. પણ હું એને અવગણીને મારા ભણવા પર ધ્યાન આપવા માંડતી. નવરાત્રિ આવી ને ગઈ. હું એમને જોવા ન ગઈ. દશેરાની રાત એમને જોયા વિના વિતી ગઈ. રાતે આંખો રડતી ને દિવસે મન રડતું. પણ ઘરમાં કોઈને કંઈ પણ શંકા જાય એવું હું કરતી નહીં. દિવાળી પણ આવી ગઈ. મામા ફરી મને ઘરે રહેવા લઈ જવા આવ્યા. હું ન ગઈ. મામાએ પૂછ્યું પણ ખરું કે કંઈ થયું છે તું આવતી જ નથી ઘરે પણ મેં વાત ટાળી દીધી. મેં ફક્ત ભણવા પર ધ્યાન આપવા માંડ્યુ.