ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "પૂજા એ પૂજા, ક્યાં છો બેટી" સુમતિ ચૌહાણે ઊંઘમાંથી ઉઠતા પૂછ્યું. "મમ્મી, એ તો, એ તો, ભારત જવા નીકળી ગઈ." પૂજાના ગયા પછી, 10 મિનિટ પછી સહેજ સ્વસ્થ થયેલા વિક્રમે કહ્યું. "તે એને જવા કેમ દીધી, મેં એની સાથે વાત કરેલી કે, કાલે બપોરે આપણે બધા સાથે જશું." "મેં એને રોકવાની બહુ કોશિશ કરી પણ એ ન માની. એની ચાકલીયા માં આવેલ 'દેશનું દૂધ' કંપની માં કંઈક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. એ સુલઝાવવા એનું જવું જરૂરી હતું, એણે એવું કહ્યું" "અને