ભાગવત રહસ્ય - 260

  • 176
  • 54

ભાગવત રહસ્ય - ૨૬૦   યશોદાજી ગર્ગાચાર્યને પૂછે છે કે-લાલાના જન્માક્ષરમાં ગ્રહો કેવા પડ્યા છે-તે તો કહો ગર્ગાચાર્ય કહે છે-કે-લાલો મહાજ્ઞાની થશે,તેના જન્માક્ષર બહુ સારા છે.ત્રણે ગ્રહો ઉચ્ચ ક્ષેત્રમાં પડ્યા છે.મોટો રાજા થાય તેવો યોગ છે.જન્મકુંડળીમાં આઠ ગ્રહો સારા છે પણ એક રાહુ ગ્રહ ખરાબ પડ્યો છે.નંદબાબા ગભરાયા છે.રાહુ ખરાબ પડ્યો છે,તો શું થશે ?મહારાજ આપ આજ્ઞા કરો અને બ્રાહ્મણોને રાહુના જપ કરવા બેસાડી દો.   ગર્ગાચાર્ય કહે છે-કે-તેમાં ખાસ બીવા જેવું નથી.નુકસાન કરે તેવો રાહુ નથી,અમારા જ્યોતિષશાસ્ત્રનો કાયદો છે કે-જે પુરુષ ના સપ્તમ સ્થાનમાં નીચ ક્ષેત્ર નો રાહુ હોય –તે-અનેક સ્ત્રીઓનો ધણી થાય છે.અનેક સ્ત્રીઓ સાથે તેનું લગ્ન થાય