ભાગવત રહસ્ય - 258

  • 550
  • 188

ભાગવત રહસ્ય -૨૫૮   યશોદાજી વિચારે છે-કે- આખું ગામ મારે ત્યાં આવવાનું છે,ઘરમાં ભીડ અને અવાજ થશે,તો સૂઈ ગયેલો લાલો જાગી જશે એટલે લાલાનું પારણું ઘર બહાર ઝાડ નીચે,ગાડા ની તળે બાંધ્યું છે.યશોદાજી એક એક ગોપીનું સન્માન કરે છે,કોઈ તેના બાળકને લીધા વગર આવી હોય તો ઠપકો આપી બાળકને લેવા મોકલે છે.ગોપી ઘેર જઈ બાળકને લઈને આવે –એટલે યશોદાજી બાળક ના કપાળમાં તિલક કરે છે ને હીરા-મોતીની કંઠી પહેરાવે છે,બાળકને સુંદર કંઠી આપે એટલે મા ને આનંદ થાય છે.   ગોપીઓ હૃદયથી આશીર્વાદ આપે છે. બાલકૃષ્ણલાલકી જય હો. ઘરમાં આવેલાં વ્રજવાસીઓનું સન્માન કરતાં તન્મય થયા છે,લાલાને ભૂલી ગયા છે. બીજી