ભાગવત રહસ્ય - 257

  • 474
  • 148

ભાગવત રહસ્ય -  ૨૫૭   ગરીબની પૂજા કરવી અને મદદ કરવી –એ બેમાં અંતર છે.મદદ કરવાથી “હું” વધી જાય તો તે દાન કશા કામનું નથી.દાન આપ્યા પછી,જો અભિમાન મરે,દીનતા આવે તો દાન સફળ થાય છે.ગરીબમાં રહેલા ઇશ્વરની પૂજા કરવાની છે.પૂજા ના થાય તો છેવટે મનથી પૂજા કરી બે હાથ જોડવાના છે,અને દાન લીધા માટે આભાર માનવાનો છે.ગરીબ ને દાન આપશો તો તે આભાર માનશે,પણ તેની મનથી પૂજા કરો અને તેનો આભાર માનો તો-તે આશીર્વાદ આપે છે.પરમાત્માની પૂજા ખાલી મંદિરમાં જ થાય તેવું નથી.બીજી અનેક રીતે થાય છે.   કનૈયાનું પ્રાગટ્ય થયું ત્યારે ગોપીઓ ભેટ આપવા લઈને દોડી હતી, તે વખતે