ભાગવત રહસ્ય - ૨૫૬ ગોપીઓ સૂતેલા બાલકૃષ્ણલાલ ને જોતાં ધરાતી નથી.અને લાલાની ઝાંખી કરતાં તેના-એક એક અંગના વખાણ કરે છે.તે ગોપીઓના ઉદગારો કંઈક આવા છે......... “અરી સખી,કનૈયો સૂતો હોય ત્યારે તેની ઝાંખી અલૌકિક લાગે છે” “લાલા ના વાંકડિયા વાળ તો જો, કેટલા સુંદર લાગે છે” “લાલા નું વક્ષ-સ્થળ કેટલું વિશાળ છે, તે બહુ બળવાન થશે” “મને તો લાલા ના ચરણ બહુ ગમે છે,ચરણ ના તળિયાં કેવાં લાલ છે,તેમાં ધ્વજ-અંકુશ નું નિશાન સ્પષ્ટ દેખાય છે.તેને પખાળવાનું મન થાય છે” “લાલાની આંખ સુંદર,કાન સુંદર,હોઠ તો વળી કેટલા સુંદર છે” “લાલાનું મુખડું અતિ મનોહર છે,મને તો લાલાનું મુખડું જ બહુ ગમે