ભાગવત રહસ્ય - 255

  • 576
  • 1
  • 204

ભાગવત રહસ્ય - ૨૫૫   શ્રી કૃષ્ણના “કાલ્પનિક સ્વ-રૂપ” નું મનથી ચિંતન કરતાં કરતાં પ્રાણત્યાગ કરનાર યોગીને મુક્તિ મળે છે,ત્યારે સાક્ષાત પરમાત્માનાં દર્શન કરનારને અને હૃદય પર ધારણ કરનારને (પૂતનાને) સદગતિ મળે તેમાં શું આશ્ચર્ય ? શ્રીકૃષ્ણ દયાળુ છે,પ્રભુના મારમાં પણ પ્યાર છે.જેને મારે છે-તેને તારે પણ છે.ઝેર આપનારને પણ માતાને આપવા યોગ્ય સદગતિ આપી છે.તો પ્રેમથી લાલાની કરે પૂજા કરે તેને લાલો શું ના આપે ?   સતત હરિ-સ્મરણ અને હરિ-રટણ કરવાની ટેવ હોય તો વાસના અંદર પ્રવેશી શકતી નથી. પણ -જો એકવાર વાસનાએ અંદર પ્રવેશ કર્યો તો પછી ડહાપણ ચાલતું નથી.વાસના જાગ્યા પછી મનુષ્ય ક્યાંક તો વિષય ભોગવે