ભાગવત રહસ્ય - 254

  • 546
  • 1
  • 208

ભાગવત રહસ્ય - ૨૫૪   (૧) એક મહાત્મા કહે છે-કે-પૂતના છે સ્ત્રીનું ખોળિયું.સ્ત્રી એ લક્ષ્મીનું સ્વરૂપ છે.સ્ત્રી અબળા છે,અવધ્ય છે.શાસ્ત્રમાં સ્ત્રીને મારવાની મનાઈ છે.લાલાજીને સ્ત્રીને મારતાં સંકોચ થાય છે,અને આંખો બંધ કરી છે. (૨) બીજા મહાત્મા કહે છે-કે-મને આ કારણ યોગ્ય લાગતું નથી,પૂતના સ્ત્રી છે-પણ તે અનેક બાળકોના વધ કરીને આવી છે.અનેકનું ભલું થતું હોય તો એકને મારવામાં શું વાંધો હોય ? પછી તે સ્ત્રી હોય કે પુરુષ.મને કારણ બીજું લાગે છે.   ભગવાનની આંખમાં જ્ઞાન અને વૈરાગ્ય રહેલાં છે,પરમાત્મા જેને પ્રેમથી જુએ તેની બુદ્ધિમાં વૈરાગ્ય સ્ફુરણ પામે છે.પ્રભુએ વિચાર કર્યો કે “ હું પૂતનાને આંખો આપું તો તેને જ્ઞાન