ભાગવત રહસ્ય - 253

  • 544
  • 1
  • 200

ભાગવત રહસ્ય - ૨૫૩   પૂતના રાક્ષસી છે.પણ સ્વરૂપને બદલી ને આવી છે.સુંદર દાગીના પહેર્યા છે ને હાથમાં કમળ છે.તેમ વાસના બહારથી રળિયામણી લાગે છે,પણ અંદરથી તો તે રાક્ષસી છે. પૂતના ત્રણ વર્ષના બાળકને મારે છે,ચાર કે ચારથી વધુ ઉમરના બાળકોને મારતી નથી. કેમ ??તો-તેની પાછળના જુદા જુદા તર્કો બતાવ્યા છે.   તર્ક-૧-સત્વ,રજસ અને તમસ-આ ત્રણ ગુણોવાળી(પ્રકૃતિ) માયામાં જે ફસાયેલા છે તેને પૂતના મારે છે.જે સંસાર સુખમાં ફસાયેલા છે તે સર્વ બાળકો છે (બાળકમાં બુદ્ધિ નથી),તેને અજ્ઞાન (પૂતના) મારે છે.પણ-સંસારનો મોહ છોડીને જે ઈશ્વરમાં લીન થયેલા છે,તે ગુણાતીત (ગુણોથી –પ્રકૃતિથી-માયાથી પર છે તે) ને આત્મ-સ્વ-રૂપનું જ્ઞાન (બુદ્ધિને) થયેલું હોય છે-તેને