ભાગવત રહસ્ય - 252

ભાગવત રહસ્ય - ૨૫૨   કંસને જયારે યોગમાયાએ આકાશવાણી દ્વારા કહ્યું કે-તારો કાળ જન્મી ચુક્યો છે.તેથી કંસ ગભરાયો.કંસના પોતાના માણસોએ તેને કહ્યું કે-જન્મ થયો એટલે હજુ એ બાળક જ હશે.આપ આજ્ઞા કરો તો ગોકુળનાં તૂરતનાં જન્મેલાંથી ત્રણ વર્ષ સુધીનાં-તમામ બાળકોને મારી નાખીએ.“તો ના રહે બાંસ ના રહે બાંસુરી “ અને કંસે મંજૂરી આપી. અને આમ નક્કી થયા મુજબ –ત્રણ વર્ષ સુધીનાં તમામ બાળકોને મારી નાખવા -પૂતના (રાક્ષસી) ને ગોકુળ તરફ રવાના કરવામાં આવી.   પૂતના શબ્દનો જરા વિચાર કરો.પૂત=પવિત્ર અને ના=નહિ. જે પવિત્ર નથી તે પૂતના. પવિત્ર શું નથી ? તો કહે છે-અજ્ઞાન એ પવિત્ર નથી. આમ, પૂતના એટલે અજ્ઞાન-અવિદ્યા.