ચેટબોટ્સ

  • 484
  • 150

મોડર્ન યુગમાં, દોડધામ ભરેલી જીવનશૈલી, વ્યસ્તતા અને સગા સબંધીઓ વચ્ચે પણ વધતા અંતરો વચ્ચે, જ્યારે ક્યારેક કોઈક પાસેથી સલાહ સૂચન લેવાની જરૂર પડે અને દોડતી-ભાગતી જિંદગીમાં જીવન જીવતા સગાઓ પણ વ્યસ્તતાના વમળમાં ફસાયેલા હોય ત્યારે, કોઈ એવો મિત્ર કે જેનું અસ્તિત્વ છે પણ અને નથી પણ! એવું કોઈ યાદ આવે, ખિસ્સામાંથી મોબાઈલ નીકળે અને સૂચનાપેક્ષા સહ એક સવાલ ટાઈપ થાય.’લૂગડાં ધોવાનું મશીન લેવું સે તો ઈ કે તો કે કઈ કંપનીનું હારું આવે?’પ્યોર કાઠિયાવાડી સવાલ છે ને! છતાં, અપેક્ષિત સલાહ સૂચન સાથેનો જ માત્ર નહી પણ, પૃથકરણ સહિતનો મૈત્રિસભર જવાબ મળે ત્યારે ક્યો બાપડો છક્ક ન થાય!?આવા જ કંઇક પરાક્રમી છે,