નવેમ્બર, ૨૦૧૦ના રોજ એક ઠંડી રાતે સાઉથ આફ્રિકાના કેપટાઉનના રસ્તાઓ પર એક એવો વળાંક આવ્યો કે જેને એક નવદંપતીનું જીવન બરબાદ કરી નાખ્યું, જે આજે પણ ગુંજતો રહે છે. એની દેવાની અને તેના પતિ શ્રીએન દેવાની તેમના હનીમૂનની ખુશીમાં મસ્તી કરી રહ્યાં હતાં ત્યારે અચાનક ટેક્સીમાં તેમની સફર એક ભયાનક દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગઈ. વાત જાણે એમ હતી કે એની દેવાની અને શ્રીએન દેવાની બંને પતિ-પત્ની મુંબઈના રહેવાસી હતાં અને પોતાનાં લગ્ન બાદ આફ્રિકા હનીમૂન માટે ગયાં હતાં. ત્યાં એક રાત્રે તેઓ ટેક્સીમાં જઈ રહ્યાં હતાં અને અચાનક જ કેટલાક અજાણ્યા શખ્સોએ તેમની ટેક્સી રોકાવીને તેમના પર હુમલો કર્યો. આ હુમલામાં