બા મેં તો બાગમાં બાંધી નિશાળકનુ મનુ જનુ છનુ આવ્યા’તા ભણવાત્યાં ચકલીઓ ભણવાને આવે છે ચારબા મેં તો બાગમાં બાંધી નિશાળ.......એક સમય એવો હતો કે જ્યારે વહેલી સવારે થતી ત્યારે ચકલીઓના મધુર કિલકિલાટ સાંભળવા મળતો હતો. ગોળાકાર માથા અને ઘેરા બદામી પટ્ટાવાળી પાંખોવાળું પક્ષી દરેકનું પ્રિય છે. 2010માં પક્ષી સંરક્ષણ સંસ્થા "નેચર ફોર એવર" દ્વારા વિશ્વ ચકલી દિવસની શરૂઆત કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ ઘટતી જતી ચકલીઓની વસ્તી વિશે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમ 50 થી વધુ દેશોમાં ફેલાયો છે. તેનો ધ્યેય ચકલી ઓનું રક્ષણ કરવાનું અને તેમના પતનને રોકવાનું છે. 2012માં, ઘરની ચકલી દિલ્હીની રાજ્ય પક્ષી બની