લોકો શું વિચારશે એ માનસિકતાથી છુટકારો કેવી રીતે મેળવી શકાય?

  • 558
  • 176

જીવનમાં ઘણા એવા પ્રસંગો બનતા હોય છે જે આપણને દ્વિધામાં મૂકી દે છે, કે “હું સફળ નહીં થાઉં તો?”, “મને બધાથી અલગ નહીં પાડી દે ને?”, “લોકો મને સ્વીકારશે?”, “હું બરાબર તો કરું છું ને?” વગેરે. આ દરેકની પાછળ એક છૂપો ભય હોય છે કે “લોકો શું કહેશે?” અને મહદ્અંશે આ ભય કાલ્પનિક હોય છે. એક બ્રાહ્મણ ખભે બકરું લઈને જંગલના રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં ત્રણ ઠગ આવ્યા. તેમણે વિચાર્યું કે આ બકરું પડાવી લેવું છે. એટલે ત્રણે બ્રાહ્મણના રસ્તે એક-એક કિલોમીટરના અંતરે ઊભા રહ્યા. પહેલા ઠગે બ્રાહ્મણને રોક્યા અને પૂછ્યું, “મહારાજ! બ્રાહ્મણ થઈને ખભા ઉપર આ કૂતરું લઈને