સંવેદનાનું સરનામું - 4

  • 260
  • 108

યજ્ઞેશ - તે મારા માટે જે કર્યું છે, અને અત્યારે પણ જે કરી રહી છે તે માટે હું સદા તારો ઋણી રહીશ. એક વાત કહું તને ? આહુતિ - હા કહો ને ? યજ્ઞેશ - આપણા લગ્નને હજી 2 વર્ષ જ થયા છે. છતાંતે આ કંપની અને ઘર બંને વચ્ચે જે બેલેન્સ રાખ્યું છે તે ખુબ જ અઘરું  છે. આજે તારી પાસે એક વાતની પરવાનગી લેવા માંગુ છું, અથવા એમ સમજ કે હું આજે તારી પાસે એક હક્ક લેવા માંગુ છું તો  તું શું આપીશ મને ? આહુતિ - હા બોલોને હું પૂરો પ્રયત્ન કરીશ કે તમે જે માંગો એ હું આપી શકું