યજ્ઞેશ આહુતિને વળગી પડે છે. તે ખુબ જ રડે છે. આહુતિ - તમે શું કામ રડો છો ? યજ્ઞેશ - તારા જેવી સુંદર, સુશીલ, સંસ્કારી છોકરી સાથે લગ્ન કરી હું ધન્ય થઈ ગયો. ઈશ્વરે મારા જીવનમાં જો કોઈ ખાસ વ્યક્તિ, ખાસ ભેટ અથવા તો ખુબ જ સુંદર પળ આપી હોય તો એ તું છે. અને જે કંઈપણ સારું છે. એ તારા કારણે છે. તારા વગર હું મારા જીવનની કલ્પના જ ન કરી શકું આહુતિ વિના યજ્ઞેશ એટલે આત્મા વગરનું શરીર. ઈશ્વર દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ખાસ પાત્રને મોકલે છે જે વ્યક્તિમાં રહેલી ખામીને દુર કરે છે, તેના રંગહીન જીવનને રંગીન આનંદિત બનાવે છે. યજ્ઞેશ