"સિંગલ મધર"(ભાગ -૩)સિંગલ મધર ઝંખના હાઈસ્કૂલમાં જોબ કરતી હોય છે.આચાર્યની સૂચના મુજબ નબળા સ્ટુડન્ટના વાલીઓને ઈમેલ કરે છે. જેમાં રૂહી નામની સ્ટુડન્ટનો રિપોર્ટ બીજા કોઈના ઈમેલ પર જતો રહે છે.હવે આગળ....ઝંખનાનો છેલ્લો પિરિયડ પુરો થતા જ આચાર્ય ઝંખનાને એમની કેબિનમાં બોલાવે છે.ઝંખના કહે છે કે બધાને ઈમેલ કરી દીધા છે.આચાર્ય કહે છે કે હવે તમારે આ બધા ઈમેલના જવાબ ચેક કરવાના છે. વાલીઓએ આપણે મોકલેલું ફોર્મ ભર્યું છે કે નહીં એ અત્યારે જોઈ લો.. અને જેણે ના મોકલ્યું હોય એને આવતી કાલે સવારે ફરીથી ઈમેલ કરી દેજો. પરમ દિવસે એ બધા વાલીઓને હાઈસ્કૂલમાં બોલાવવાના છે.આ સાંભળીને ઝંખનાને થયું કે બેબી