ધ ડિપ્લોમેટ

  • 752
  • 1
  • 282

ધ ડિપ્લોમેટ-રાકેશ ઠક્કર જે લોકો ‘પઠાન’ જેવી એક્શન ભૂમિકાની જોન અબ્રાહમ પાસે અપેક્ષા રાખતા હોય એમના માટે ‘ધ ડિપ્લોમેટ’ નથી. પરંતુ જોન એક્શન જ નહીં ઇમોશનમાં કાબેલ છે એ જોવા ફિલ્મ જરૂર જોવી જોઈએ. એમાં ભારત-પાકિસ્તાનનો મુદ્દો અલગ રીતે લેવામાં આવ્યો છે. ભારત-પાક વચ્ચેની ક્રિકેટ મેચ હોય કે કોઈ ફિલ્મ ત્યારે લોકો દિલથી જુએ છે. ‘ધ ડિપ્લોમેટ’ એવી છે કે દિલ અને દિમાગ બંને સાથે રાખીને જોઈ શકાય એમ છે. સત્ય ઘટના પર આધારિત ફિલ્મની વાર્તાની મોટી ખાસિયત એ છે કે પાકિસ્તાનને નીચું બતાવ્યા વગર ભારતીય ઓફિસરને ઊંચા બતાવવામાં આવ્યા છે. વાર્તા બહુ સરળ છે પણ એને રસપ્રદ રીતે રજૂ કરવામાં