મારી બહેનપણીએ મારી સામે જોયા જ કર્યુ. મારી આંખોમાં આંસુ આવી ગયા ને મેં એનાથી મોં ફેરવી લીધું. એટલે તરત જ એણે મને પૂછયું સાચું બોલ વાત શું છે ? ને મેં એને બધી જ વાત કરી. એને પણ સમજાયું કે ન કહેવાથી શું થઈ શકે છે ? છતાં એણે એને જે છોકરો ગમતો હતો એને કહેવાની હિંમત તો કરી જ નહીં. એણે મને કહ્યું કે આ તો ઉંમરનું આકર્ષણ હોય શકે છે. સમય જતાં તું પણ ભૂલી જઈશ એને. એની વાત સાંભળીને મને પણ લાગ્યું કે હા વાત તો સાચી છે. કદાચ આકર્ષણ જ હશે. ભૂલી જઈશ એને. સમય