‘अहमदाबाद से आने वाली गुजरात मेल प्लेटफार्म नंबर 6 पर आ गई है’ અરે.. અરે.. આ તો ટ્રેનનો સફર પૂરો થયો છે. ટ્રેનની મુસાફરી પછી તો અહીં મારો સફર શરૂ થાય છે. સામાન્ય રીતે શુભ કાર્ય શંખનાદથી થાય છે, પણ મારા આ નવા સફરનો શંખનાદ અમદાવાદથી શરૂ થતી ગુજરાત મેઈલ દ્વારા કરવામાં આવ્યો હતો. સવારના 6 વાગ્યા આજુબાજુનો સમય હતો. આંખ ખુલતાની સાથે લોકલ ટ્રેનના અવાજથી ધમધતું સ્ટેશન દેખાયું. જે શહેરની રોનક લોકલ ટ્રેનના અવાજથી વધતી હોય એ શહેરનો પરિચય આપવાની જરૂર લાગતી નથી. કેમ કે, આ તો, ભારતની ઓળખાણ છે, જ્યાં લોકોના સપનાની સવાર થાય છે, જ્યાં કંઈક કરી