શ્રાપિત ધન - ભાગ 6

  • 510
  • 206

આગળના ભાગમાં આપણે જોઈ ગયા કે ધનરાજ શેઠ શ્રાપિત ધન વેચવા જાય છે આગળ.....પછી ધનરાજ શેઠ બે-ત્રણ વેપારીઓ પાસે પોતાના દાગીના બતાવવા જાય છે. જ્યાં સારો ભાવ મળે છે, ત્યાં દાગીના વેચી દે છે. ત્યારબાદ, થોડાક રૂપિયા વેપારમાં રોકે છે, પોતાનું ઘર સુધારે છે અને પત્ની તથા છોકરાઓને ઘરે તેડાવી લે છે.શેઠનો ધંધો સારો ચાલવા માંડે છે, પણ છોકરાઓ દિવસે-દિવસે તોફાની અને ઉધત થતા જાય છે. ધનરાજ શેઠની પત્ની, કુમુદબેન, ધીમે-ધીમે બીમાર થવા લાગે છે. અચાનક એક રાતે ઘુવડ પાછું આવે છે અને તેમના છાપરાએ બેસે છે. ઘુવડ ઘરના ઉપર જોર-જોરથી બોલવા લાગે છે – "ઘુ... ઘુ... ઘુ..."શેઠ ઘણી કોશિશ