The Puppet (વેલકમ ટુ ધ મર્ડર શો) - 3

  • 590
  • 308

“તારું મગજ તો ઠેકાણે છે ને કિંજલ” સંકેતના અવાજમાં હવે ગુસ્સો ભળી ગયો હતો, એણે ફરી એ જ ગુસ્સામાં કહ્યું“આવી મૂર્ખામી ન કરાય…”“પણ સંકેત જ્યારથી આપણે ક્રિષ્નાને ડોકટર નિકુશ પાસે લઈ ગયા છે…એમની દવા આપી રહ્યા છે…ત્યારથી ક્રિષ્નાની આ ઊંઘમાં ચાલવાની આદત સાવ નહિવત થઈ ગઈ હતી એ તો તને ય ખબર જ છે ને…તો પછી આજે આમ… અચાનક….ને એના એ શબ્દો…મને ડર લાગી રહ્યો છે સંકેત ક્રિષ્નાના એ શબ્દોથી….આપણે ડોકટર નિકુશને વાત કરીશું તો એ કદાચ કઈક સોલ્યુશન આપી શકે…” કિંજલનો ચિંતાતુર અવાજ સાવ ઢીલો પડતો જતો હતો, પણ સંકેત વધુ ઉશ્કેરાઈ ગયો“શુ કહીશ તું ડોકટર ને?...કે મારો દીકરો