રાય કરણ ઘેલો - ( છેલ્લો ભાગ )

  • 406
  • 1
  • 150

૪૩ રાય હરણ! [ઉપસંહાર]   દધિપદ્રથી થોડે છેટે ગાઢ જંગલમાં, માલવ પ્રદેશ તરફ જવાને રસ્તે, ગુજરાતની માતા જેવી  મહી નદી મળવા જનારી એક નાનકડી શાખા વહે છે. વર્ષો પહેલાં ભોજરાજના ધારાગઢ – ઉજ્જૈન તરફ જવાનો ત્યાં એક ધોરી માર્ગ હતો.  તે વખતે ત્યાં ચંદન વૃક્ષોની એક સુંદર વાટિકા હતી. વાટિકામાં બેઠાં બેઠાં માણસ છેટે છેટે ગાજતાં નદીના પાણી સાંભળી શકે – નદી એટલી નિકટમાં હતી. આસપાસ ચારે તરફ જંગલ હતાં. બે ઘડી આરામ કરવા જેવી જગ્યા હતી.  એ વાટિકાની નાનકડી ઝાંપલી પાસે બંને બાજુ બે નાનકડા પથરા પડ્યા રહેતા. એ પથરા ઉપર બે વૃદ્ધ માણસો બેઠા રહેતા. એમનાં માથા ઉપર