ભગવાનનો ભાગ इष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविता: | तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्ते स्तेन एव स: || 12|| યજ્ઞથી ઉન્નત થઈ દેવતા તમે લોકોને ઇચ્છિત ભોગ પ્રદાન કરશે, આ રીતે દેવતાઓ પાસેથી પ્રાપ્ત થયેલ સામગ્રીને બીજાની સેવા માટે વાપર્યા વગર જે મનુષ્ય પોતે જ તેનો ઉપભોગ કરે છે, તે ચોર જ છે. એક બહુ અમીર માણસ રસ્તે ચાલતા ચાલતા જતો હતો. ત્યાં રસ્તાની બાજુમાં બેઠેલા ભિખારીને પૂછ્યું... "તું ભીખ કેમ માંગી રહ્યો છે જ્યારે તું તંદુરસ્ત છે...મહેનત કેમ નથી કરતો ??" ભીખારીએ જવાબ આપ્યો... "મારા પાસે મહીનાઓથી કોઈ કામ નથી... જો તમે મને કોઈ નોકરી આપો તો હું આજથી ભીખ માંગવાનું બંધ