8 જૂન 2017વાતાવરણમાં આજે ઘણું બધું પરિવર્તન છે. ઘણા સમય પહેલા જૂન માં તો વરસાદ વરસવાનું ચાલુ થઈ જતુ હતુ . પણ આજે જૂન-જુલાઈ શરૂઆત થઈ ગઈ હોવા છતાં પણ વરસાદ વરસ્યો નથી.કચ્છ ની સૂકી જમીન પાણી માટે તરસી રહી છે.થોડા વર્ષ પેહલા ની જૂન 2011 વરસાદ ધીમો ધીમો વરસી રહ્યો હતો. પ્રો.એસ.એમ.ચૌહાણ geology નું લેકચર લાઇ રહ્યા હતા વર્ગ નો પ્રથમ દિવસ ની સામાન્ય મુલાકાત સાથે પૃથ્વી ની ઉત્પતિ વીશે સામાન્ય માહિતી અને ચર્ચા કરી રહ્યા હતા.પ્રથમ દિવસ હોતા સ્ટુડન્ટસ સામાન્ય જરૂરી માહિતી નોટ કરી રહ્યા હતા.અચાનક પ્રો.ચૌહાણ નું ધ્યાન બારી પાસે બેસી વરસાદ ની ધાર જોઇ રહેલી મેઘા