પ્રભા

  • 244
  • 64

વર્ષો પહેલાની વાત છે.બરડા ડુંગર વિસ્તારમાં એક નાનું ગામ હતું. તે ડુંગરાળ વિસ્તારમાં તાડીનાં કેટલાય ઝાડ હતા. ગામનું નામ ભાણવડ હતું. એ વિસ્તારમાં વરસાદ ઓછો પડતો હોય છે, પણ એક નાની નદી બાજુમાં હતી. જ્યારે પણ ત્યાં વરસાદ આવે, ત્યારે નદીમાં મોટું પૂર અચાનક આવી જાય અને નાનકડી નદી એક મોટી નદીમાં પરિવર્તિત થઈ જાય અને નદી બંને કાંઠે વહેવા માંડે.ભાણવડ ગામ સુંદર હતું. તેમાં કેટલાય નાના, ગ્રામિણ ઢબના ઘર હતા.વરસાદ થાય પછી એ બાજુ થોડું લીલુંછમ થાય, નાની નદી મલકાય અને સુંદર દૃશ્ય દેખાય. ગામની સાવ નજીક, પાદરને અડીને, નદી વળાંકમાં જતી હતી. ઘટાદાર વડનાં ઝાડની પાસે અડીને નદી