શહેરમાં જવા નીકળેલા રામજી પટેલની નજર બસની બારીમાંથી બહાર ધરતીના સૂકા પટ ને જોઈ રહી હતી.નજર તો બસની ગતિની સાથે જ હતી પણ એમના મનની ગતિ બસ થી વધુ તેજ ઝડપે ચાલતી હતી. શહેર પહોંચવાને હજુ અડધો કલાકનો સમય હતો..પણ રામજી પટેલ તો મનથી શહેરમાં પહોંચી ગયા હતા ને ત્રણ દિવસ પહેલા શહેરના મેઘજી શેઠ સાથે થયેલ મુલાકાત સ્મરણ પટ પર અંકિત થઈ રહી.ચારે તરફ દુષ્કાળના ઓળા પથરાયેલ હતા..સૂકો ચારો મેળવવા માટે મોંઘા દામ આપતા પણ મુશ્કેલી હતી..ઘાસની ગાંસડી મેળવવા સવારથી સાંજ સુધી ધાસ ડેપો પર તપ કર્યા પછી પણ ઘાસ મળે તો ઠીક..નહિતર બીજા દિવસે ફરી તપસ્યા કરવાની..આવી સ્થિતિમાં લીલો