હું મારી યાદશક્તિ મુજબની પહેલી 1962ની અને છેલ્લે કરેલ 2024 ઓક્ટોબરની રેલ યાત્રાની વાત કરીશ.તો પહેલી યાત્રા યાદ આવે છે મારા એ વખતના પૈતૃક શહેર ભાવનગર થી મોસાળ પોરબંદરની.ઘેરથી સાંજે સાડાસાત વાગે તો ઘોડાગાડીમાં બેસી જતા. લાલ રંગની ઘોડાગાડી, લાંબી સીટ ઘોડાવાળા પાછળ, બે સીટ પાછળ બારણાની એક એક બાજુ. એમાં કીચક કિચક અવાજ કરતી ઘોડાગાડી ચાલે. "એઈ.. હાલ.." અવાજ સાથે ગાડીવાળો ઘોડાને ચાબુક મારે. હાથમાં ચામડાના પટ્ટાની લગામ, ઘોડાની આંખ પર ડાબલા.ભાવનગરની બજાર વીંધી સ્ટેશને આઠેક વાગે પહોંચી ડબ્બામાં કદાચ અંધારું હોય ત્યાં જગ્યા રોકી બેસી જઈએ. ટ્રેનને એન્જિન જોડાય એનો ધક્કો લાગે ને થોડી વારમાં પીળી લાઇટ ડબ્બામાં