મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 12

  • 656
  • 310

હુકમચંદને આવેલો જોઈ મીઠાલાલ મનોમન હસ્યો. અમસ્તો તો કોઈ દિવસ હુકમચંદ મીઠાલાલના ઘરે આવે નહિ. પણ લાલચ બુરી ચીજ છે ને! ટેમુએ જે ગોળ કોણીએ ચોંટાડયો હતો એને કારણે હુકમચંદે ભગાલાલ માટે ખાવા પીવા અને સુવાની પણ વ્યવસ્થા કરી હતી. વળી જો ભગાલાલ ઈચ્છે તો રાતને રંગીન કરી આપવાની પણ હુકમચંદે તૈયારી કરી હતી."આવો આવો હુકમચંદજી. આજ તો ભાઈ અમારા ઘરે તમારા પાવન પગલાં થ્યાને કાંઈ!" મીઠાલાલે હસીને આવકાર આપ્યો. હુકમચંદ, ભગાલાલ અને મીઠાલાલ સાથે હાથ મેળવીને ખાટલે બેસતા બોલ્યો, "ટેમુએ કીધું કે મેમાન આવ્યા છે એમને કાંક મોટું રોકાણ કરવુ છે. હવે આપડા ગામમાં તો એવા રોકાણનો વહીવટ સંભાળી શકે