લવ યુ યાર જસ્મીના શાહ પ્રકરણ-80લવ જરા અકળાઈને જૂહીને કહી રહ્યો હતો કે, "હું બકબક બકબક કરતો હતો કે તમે?" અને પાછું બંનેનું ઝઘડવાનું ફરીથી ચાલ્યું. પાછી ઓલાવાળાએ પોતાની ઓલા રોકી દીધી અને તેણે પાછળ જોયું અને તે બોલ્યો, "સર તમારે અહીં આગળ, બેગ નહોતી મૂકવાની અહીં આગળ જ બેસવાનું હતું અને હવે તમે બંને ચૂપ રહેશો કે હું અહીંયા જ ઓલા રોકી દઉં." જૂહી થોડી ટેન્શનમાં આવી ગઈ હતી અને ચિંતા વ્યક્ત કરતાં બોલી, "ના ના જવા દો ભાઈ, આને તો શું મારે લેઈટ થઈ જશે.""એ મેડમ, બહુ બોલશો નહીં નહીંતર અહીંયા જ ઉતારી દઈશ એક તો મારી ઓલામાં બેઠા છો અને