આજનો દિવસ અને આજની સાંજ બંને મિત્રો માટે એક યાદગાર સાંજ બનવા જઈ રહી હતી.અનંતને શરૂઆતથી જ લાગી રહ્યુ હતુ કે આરાધના અમન જેવા છોકરા વિશે શું અને કેટલુ જાણતી હશે ? અને જો તે અમનની અસલીયત જાણતી હોય તો વાત લગ્ન સુધી કઈ રીતે પહોંચી શકે. પણ અનંત એ પણ જાણતો હતો કે આરાધના તરફથી અમન માટે જે પ્રેમ મહેસુસ કરી રહી છે, એ ખરેખર સાચો હતો, છળકપટ વગરનો હતો.આરાધના ખરા દિલથી અમનને ચાહી રહી હતી, જ્યારે અમન માટે આરાધના એક સ્વિચ વગરના રૉબોટથી વિશેષ કંઇ ન હતી.અમનનો આરાધના સાથે લગ્નનો ઈરાદો એક પેપરરહીત કોન્ટ્રાક્ટ વાળા લગ્ન જ