ચીન દેશ ની આ વાત છે. આ દેશ માં દુર દૂરના એક પ્રાન્તમાં શત્રુઓએ બળવો કર્યો. આ સમાચાર બાદ્શાને મળ્યા. પ્રાંત માં વિદ્રોહ થાય તો દેશ ની સત્તા ને નબળી પડે છે. અર્થ તંત્ર ખોરવાય છે. આવા બળવા ખોર ને તુરંત ડામવા જોઈએ. જે સમાજના સામાન્ય લોકોને કનડગત કરે જન જીવનને અસ્ત વ્યસ્ત કરે તે તુરંત કાબુમાં લેવું જોઈએ. ચીનના એ દિલેર બાદ્શાએ કહ્યું: “ચાલો વિદ્રોહ નો નાશ કરીએ.” તે પ્રાંત માં રાજા મોટું લશ્કર લઈને ગયા. પ્રાંત વાશીઓએ જોયું કે હવે આપણું આવી બન્યું. મૃત્યુ નજર સામે દેખાવા લાગ્યું. પ્રાંતના લોકોએ હથિયાર હેઠા રાજા સમક્ષ રાખી દીધા.