આઈ ઈસવીસન 1970 ના દાયકા ની વાતો છેગુજરાતના એક નાના શહેરમાં એક બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું. માતૃછાયા ઘરનું નામ માંનું ઘર મોટું અને સુંદર હતું. તે ઘરમાં જમુના માં સાથે નાનો દીકરો અને નાની વહુ રહેતા હતા. નાની વહુને બે દિકરા હતા – એકનું નામ જીતેન હતું અને બીજાનું નામ નિલેશ. નાની વહુ સ્વભાવથી થોડી કડક હતી. જીતેન પહેલાં ધોરણમાં ભણતો હતો, અને નિલેશ હજી નાનો હતો.જમના માં દેખાવે પાતળા લાંબા કદના હતા સફેદ વાળ આંખો પર ચશ્મા અને શ્વેતવસ્ત્ર ધારણ કરતા દેખાવે ખૂબ ઝાંઝરમાં લાગતા હતા સમાજમાં તેમનો ખૂબ નામ હતું બધા તેમને માનની દ્રષ્ટિએ જોતા અને તેમનું માન પણ રાખતા