ભૂલ છે કે નહીં ? - ભાગ 21

  • 242
  • 64

મને ચિંતા થવા લાગી. નવરાત્રિ ન ઉજવાશે તો હું એમને જોઈશ કેવી રીતે ? હવે તો એ કોલેજ પર પણ નથી આવતા. મને જાણે ડ૨ લાગ્યો એમને ખોવાનો. મને ત્યારે ખબર ન પડતી હતી કે મારી આ લાગણીને જ પ્રેમ કહેવાય. બસ એટલી જ ખબર હતી કે એમને જોઉં ને મારા દિલમાં કંઈક અલગ જ ખુશી થાય. કોઈ વખત નહીં પણ આ વર્ષે મારા કાકીના પિયરમાં પણ માતાજીની માટલી મુકાઈ હતી. કાકીનું પિયર પણ અમારી શેરીમાં જ હતું. એ વર્ષે દર્શેરાની બે તિથિ હતી. પહેલી તિથિએ અમે મામાના ઘરે ગયા હતા. એ વર્ષે ખરેખર મામાને ત્યાં નવરાત્રિની ઉજવણી ન થઈ.