અંતરિક્ષની આરપાર - એપિસોડ 7

  • 682
  • 252

 કરણભાઈ દેસાઈ જૂનાગઢની બહાઉદીન કોલેજના s સિનિયર પ્રોફેસર. તેઓ સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પણ ખરા, લાબું કદ, ગૌર વર્ણ, સુડોળ ઘાટ, કપાળમાં તિલક સતત ગાયત્રી મંત્રનું સ્મરણ તેમના મનમાં શરૂ હોય.  કુળમાં બ્રામ્હણ અને સંસ્કૃતના પ્રોફેસર આમ પણ  સંસ્કૃત ભાષા તો બ્રામ્હણોની મા ગણાય. એટલે એમનામાં  ભક્તિ ભાવ તો હોય જ અને તેમની વાંકછટા પણ એવી કે સાંભળનાર સૌ કોઈ મંત્ર મુગ્ધ બની જાય. કોલેજમાં સૌના તેઓ હૃદયસ્થ હતા. પછી તે સ્ટાફ હોય કે વિદ્યાર્થી. સૌને તેમના પ્રત્યે પ્રેમ અને આદરની લાગણી હતી. દેસાઈ સાહેબ પણ સ્ટાફને પોતાના સ્વજન ગણતા તથા પ્રત્યેક  વિદ્યાર્થી તેમના માનસ સંતાન સમાન હતું. તેઓ કોલેજમાં માત્ર અભ્યાસ જ