( ગયા અંકથી આગળ ) ત્યાર પછી સાહેબ પણ પોતાના ઘરે જવા માટે રવાના થાય છે. આ બાજુ અજય પોતાના ઘરે આવે છે. અને ઘરમાં અંદર આવીને મમ્મી, મમ્મી એમ જોર જોરથી રાડો પડતો હોય છે. અર્ચના તરત રસોઈ ઘરમાંથી બહાર આવે છે. અને કહે છે શુ થયું બેટા બોલને? અર્ચના - મનમાં વિચારવા લાગે છે કે અજય એટલી બધી રાડો પાડે છે તો હવે શુ થયું હશે ભગવાન જાણે. હે ભગવાન ઘ્યાન રાખજો. અજય - મમ્મી આજે શુ થયું તને ખબર છે? અર્ચના - ના બોલને શુ થયું છે? અજય - તું ધાર તો ખરી કે શુ થયું