(ગયા અંકથી આગળ ) સાહેબ - શુ થયું છે અજય? કઈ ચિંતા જેવું છે, કઈ તકલીફ જેવું છે બોલ હું તારી મદદ કરીશ. પરંતુ અજય કાંઈ જ બોલતો નથી અને સાવ શાંતિ જાળવીને ઉભો છે. જાણે તેણે કઈ સાંભળું ન હોય. સાહેબ બે ત્રણ વાર પૂછે છે પણ અજય જવાબ આપતો નથી. સાહેબ - અજય ચાલ નીકળી જા ક્લાસ માંથી બહાર આને આજે જે ભણાવ્યું તે અને તને જે નથી આવડતુ તે બધું કાલે દસ વખત લખીને આવજે. નહીંતર ક્લાસમાં બેસવા દઈશ નહિ. સમજી ગયો ને ચાલ હવે નીકળ બહાર. આને આખો દિવસ બહાર બેસવા દેજો. ખબરદાર જો કોઈએ