સંઘર્ષ જિંદગીનો - 11

  • 346
  • 128

(ગયા અંકથી આગળ )          બંને સાંજે પોતાના ઘરે પાછા આવતા હોય છે. ત્યારે અજય અને અમિત વચ્ચે વાતચીત થતી હોય છે. અજય - અમિત... એટલું ધીમા અવાજે બોલીને અટકી જાય છે.અમિત - બોલને ભાઈ તું કઈ કહેવા માંગે છે?  હું સવારથી જોઉં છું કે તું ચિંતામાં ખોવાઈ ગયેલો છે. એવી વળી તારે શુ તકલીફ છે જે તું મને કહી શકતો નથી. કે કહેવા માંગતો નથી. અજય - ના ભાઈ એવુ કઈ જ નથી.અમિત - તો પછી શુ?  તું સવારનો કઈ બોલતો નથી. અને સાવ ચૂપ છે. સાહેબની ખોટી ખીજ પણ તે વગર વાંકની સહન કરી લીધી બોલ ભાઈ શુ છે