સંઘર્ષ જિંદગીનો - 10

  • 484
  • 244

(ગયા અંકથી આગળ )        અજય ઘરેથી તો એકદમ હસતા મોઢે નીકળી જાય છે. જાણે તેના મનમાં હવે કાંઈ જ તકલીફ ન હોય પરંતુ ઘરની બહાર આવી રસ્તા પર ચાલતા ચાલતા તે જૂની ઘટના યાદ કરે છે કે કઈ રીતે તેની મહેનત એળે જાય છે. તેનું સપનું તેને તૂટતું દેખાય છે. તે વારંવાર કહે છે. હવે બધું ખતમ થઈ ગયું, કઈ જ બચ્યું નથી, અમારા સપના, હું વિચારતો હતો કે આ પરીક્ષા આપીશ અને જો સારા માર્ક્સ આવશે. તો હું પપ્પા - મમ્મીને મદદ કરીશ. અમે ધીરે ધીરે કરતા પણ અમે કિનારે આવી જશુ. અને અમારી ગરીબાઈ દુર થશે. પણ