(ગયા અંકથી આગળ ) અજય મનમાં વિચારે છે કે ભગવાન આપણી જિંદગી સાથે કેટલી અને કેવી રીતે ક્યારે અને શુ રમત કરે છે. તેની ખબર પડતી નથી. સમય પાણીના રેળાની જેમ ક્યારે ફરી જાય અને કોની સાથે શુ બની જાય તેની કોઈને ખબર પડતી નથી. અને કોઈ કહી પણ શકતું નથી કે આજે શુ થવાનું છે? અને કોની માથે શુ આફત આવવાની છે. ભગવાન આપણી જિંદગી એટલી અઘરી શા માટે બનાવે છે? ખબર નથી પડતી.ભગવાન માણસને બનાવે છે. તો પછી માણસને દુઃખ, પીડા આ બધું સહન કરવું પડે તેમાં ભગવાનને શુ મજા આવતી હશે. જે ભગવાન સર્જન કરે છે. જીવન