સંઘર્ષ જિંદગીનો - 4

  • 162

 (ગયા અંકથી આગળ )   અર્ચનાના સમજાવવા પર અજય સમજી જાય છે. અને વધારે દલીલ કરતો નથી. અને સ્કૂલે જવા માટે નીકળી જાય છે. સ્કૂલમા પહોંચે છે. અને સ્કૂલમા અજય ક્લાસ મા આવે છે. તે ધોરણ 12મા ભણે છે. પોતે શરીરથી થોડો નબળો  અને ભણવામાં મધ્યમ હતો. તેથી કલાસમાં સૌ તેની મજાક કરતા અને તે કોઈની પાસે કઈ પણ શીખવા માટે જાય તો સૌ તેની મશકરી કરે. અને કહેતા 'તને શીખડાવવું  અમને ન ફાવે,  તને શીખડાવસુ તો અમે ભૂલી જાશુ, ચાલ જવાદે તને કઈ આવડે છે ખરું?   તેને કેટલાક છોકરા ચીંટિયા  ભરતા, તેને ગાલ પર મારતા અને જડવેડા કરતા. તે કલાસમા