સાંજ પડી. ભાઈ રોજ આવે એ સમયે ઘરે આવ્યો. મમ્મીને રડતી જોઈ પૂછ્યું શું થયું ? પપ્પાએ કહ્યું તું ક્યાં હતો ? ભાઈએ કહ્યું નોકરી પર હતો. પપ્પાએ કહ્યું પેલા ભાઈનો ફોન હતો. તું ચાર પાંચ દિવસથી નોકરી પર નથી જતો એમ કહ્યું તું ક્યાં હતો ? તો ભાઈએ એકદમ નફ્ફટાઈથી કહ્યું હા, મારે આ નોકરી નથી કરવી. હું તો આખો દિવસ બગીચામાં બેસી રહેતો હતો. આ સાંભળીને બધા અવાક થઇ ગયા. આખો દિવસ બગીચામાં બેસી રહે ને કોઈ કંઈ ભોળવીને એને લઈ જતે તો ? મમ્મી તો વધારે રડવા માંડી. ને કહેવા લાગી કે સારુ તારે ના જવું હોય