ધીમા ડગલા...

  રોશની ની દુનિયામાં ખુબજ ધમાલ લાગતી હતી.સાંજ પડતાં અંધારાના ઓળા ઉતરવા લાગ્યા હતા.રસ્તો પરની લાઈટો નો પ્રકાશ રેલાઈ રહ્યો હતો.દરેક દુકાન પર પણ ગ્રાહકને આકર્ષવા માટે શણગારી ને ઝબુક ઝબક થઈ રહી હતી. દરેક વસ્તુ કાચના શોકેશ માં ગોઠવાયેલ ને એના ઉપર પડતો રંગબેરંગી પ્રકાશ શોભા વધારી રહ્યો હતો..સાંજ થવાથી દરેકને પોતાના સ્થાને પહોંચવા ઉતાવળ દેખાઈ રહી હતી.     આમ પણ શહેરો માં સાંજ વહેલી પડી જતી હોય છે.ઊંચી ઇમારતો થી ઊંચે રહી સૂર્ય પ્રકાશતો રહી નીચે નમતા જલ્દી થાકી જતો હોય એવું લાગે. બઝાર ની ચહલ પહલ માં કેટલાક થાક વશ મંદ ગતિ ચાલી રહ્યા હતા તો કેટલાક સાંજ