કરેલા નકારાત્મક કર્મ ક્યારે ભોગવવા પડે?

આપણે કર્મ કઈ રીતે બંધાય છે તે સમજીએ તો તેના કેવા ફળ ભોગવવાના આવે તે સમજી શકાય. કર્મ એટલે શું? સામાન્ય રીતે આપણે નોકરી-ધંધો કરવો, સત્કાર્ય કરવા, દાન-ધર્મ કરવું એ બાહ્ય ક્રિયાઓને કર્મ કહીએ છીએ. પણ ખરેખર એ કર્મ નથી, પણ કર્મનું ફળ છે. પાંચ ઇન્દ્રિયોથી જે કંઈ અનુભવમાં આવે છે તે બધું જ કર્મફળ છે. આપણે સમાચારોમાં જોઈએ છીએ કે પ્લેન ક્રેશ થયું અને અનેક માણસો મરી ગયા! દાવાનળ ફાટી નીકળ્યો અને લોકોનાં ઘરબાર રાખ થઈ ગયા. કેટલાક જન્મતાં જ રોગથી મર્યા, કેટલાકે આપઘાત કર્યો. કેટલાકને મહેનત કરવા છતાં આખી જિંદગી પૈસા નથી મળતા તો કેટલાક ખોટા કામો કરીને