અવળીથી અવનીએક નાનું ગામ. ગામમાં નદી કાંઠે એક સરસ મજાનું ઘર. ઘરના અંદર ડેલી ખોલતાં એક મોટું ફળિયું દેખાય. ફળિયામાં એક ડંકી, મોટો ટાકો, એની બાજુમાં ચોકડી અને એક નાનકડું રસોઈ ઘર. ઘર અંદર પ્રવેશતા જ સામે એક મોટો હોલ, હોલની સામે બીજો રૂમ, અને હોલની બાજુમાં એક મોટો પેસેજ. પેસેજમાંથી એક સીડી ઉપર જાય. ઘરની બાજુમાં થોડો ખાલી વિસ્તાર, જ્યાં પપૈયા, તુલસી, મરચાંના છોડ અને બીજા ઘણા છોડ વાવેલા.થોડેક દૂર એક જૂનો અવાવરૂં કુવો. ત્યાં કોઈ જતું નથી. ગામમાં માન્યતા છે કે ત્યાં ભૂત રહે. એટલે કોઈ તે કુવા પાસે જતા નહીં એ કૂવામાં માન્યતા પ્રમાણે કોઈ આપઘાત કરી